મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪: રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાંકીય વર્ષ : ૨૦૨૩-૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડુત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website :http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર-૨૩ થી ડિસેમ્બર- ૨૩ના તબક્કાની સહાય માટે તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરમ્યાન આઈ-ખેડુત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૪ની સહાય:
આ યોજના હેઠળ સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે સહાય આપવામાં આવશે. કોઈપણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની સંખ્યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઈપણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં. એક જ રજીસ્ટ્રેશન ધરાવતી મૂળ સંસ્થા હોય પરંતુ અન્ય જગ્યા ખાતે પણ પશુધન ધરાવતા હોય તો દરેક શાખા દીઠ ૩૦૦૦ પશુની મર્યાદામાં સહાય આપવાની રહેશે તથા અન્ય શાખા/શાખાઓ અંગેના જરૂરી આધારો રજુ કરવાના રહેશે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૪ વિશેષતાઓ
- રાજ્યમાં રહેલી પાંજરાપોળ અને ગૌશાળાઓને આર્થિક મદદ કરવી.
- રાજ્યમાં રહેલી ગાયોને સંરક્ષણ પૂરું પાડવું.
- ગાયો માટે પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ચારા ની ઉચિત વ્યવસ્થા કરવી.
અરજી કરવાનો સમયગાળો:
તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ દરમ્યાન આઈ-ખેડુત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કયાંં કરવી ?
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪ અંતર્ગત અરજી કરવા નીચેના સ્ટેપ અનુસાર પ્રોસેસ કરવી.
- તેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે તમારે i Khedut Portalની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની જરૂર છે.
- હવે તમે વેબસાઇટના હોમ પેજ પર છો.
- અહીં તમે પોર્ટલ પર ઉપલબ્ધ યોજનાની સૂચિ જોઈ શકો છો.
- હવે તમારે તમને જોઈતો વિકલ્પ પસંદ કરવાનો છે એટલે કે ટ્રેક્ટર સહાય યોજના ગુજરાત.
- જ્યારે તમે તેના પર ક્લિક કરો છો કે તમે પહેલાથી જ પોર્ટલ અથવા નવામાં નોંધાયેલ છે.
- હવે સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- તમારા વિશેની માહિતી ભરો જેમ કે તમારી જરૂરી વિગતો ભરો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
નોધ: ઓનલાઈન કરેલ અરજીની પ્રિંટ આઉટ લઈ અરજીના પ્રિટ-આઉટમાં બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક-કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન- ૨૧માં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે. સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણમાં જણાવેલ સાયનિક-કાગળો સાથે જો લાભાથી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજુન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.
મહત્વપુર્ણ લિંક
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં કલિક કરો |
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણો | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહિ ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહિં ક્લિક કરો |