સનેડો (ટ્રેકટર) સહાય યોજના 2024 માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાના ચાલુ

   ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે. રાજ્યમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા પણ ખેડૂતો માટે ikhedut Portal બનાવેલ છે. આઈ-ખેડૂત પોર્ટલ પર તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ ઓનલાઈન પોર્ટલ મૂકેલ છે. પરંતુ આજે આપણે સનેડો સહાય યોજના વિશે વાત કરીશું.

  આ યોજના કૃષિ સાધન સહાય યોજના છે. આ Sanedo Mini Tractor Yojana 2024 ખેડૂતોને ખેતીકામમાં ખૂબ જ ઉપયોગી સાધન સહાયની આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનેડો ખરીદવા માટે કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. આ સહાય યોજના મેળળ્યા બાદ લાભાર્થી ખેડૂતોને આવનાર 7 વર્ષ સુધી સહાય મળશે નહીં. લાભાર્થી ખેડૂતને આ યોજના હેઠળ ખરીદેલા સનેડો બે વર્ષ સુધી વેચી શકશે નહીં. આ સાધનનો ખેડૂતો માત્ર ખેતી કામમાં જ તેનો ઉપયોગ કરી શકશે. તો ચાલો આ  યોજનાના ફોર્મ કેવી રીતે ભરવા તથા તેના માટે શું શું ડોક્યુમેન્‍ટ જોઈએ? તેની માહિતી મેળવો.

સનેડો ટ્રેકટર સહાય યોજના 2024

  રાજ્યના ખેડૂતો ખેતીના કામમાં સનેડા સાધનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. નાના અને સીમાંત ખેડૂતો મોટા ટ્રેક્ટરની જગ્યાએ મીની ટ્રેકટર સમાન સનેડાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનની કિંમત નાના ખેડૂતો માટે પણ પરવડે તેમ છે. ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થાય તે માટે મીની ટ્રેકટર સનેડો ખરીદવા સહાયની જાહેરાત કરી છે. આ યોજનામાં રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) ખરીદવા ઉપર ખેડૂતોને સહાય મળશે.

મહત્વપૂર્ણ મુદ્દા

યોજનાનું નામસનેડો સહાય યોજના
ક્યા વિભાગ દ્વારા ચાલુ કરેલ છે?કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
કોણે-કોણે લાભ?ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને
કેટલી સહાય?આ યોજના હેઠળ કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
અરજી ક્યાં કરવાની રહેશે?આ યોજનાની અરજી ઓનલાઈન કરવાની રહેશે.
વિશેષ નોંધઆ યોજનાનો લાભ ખેડૂતને 7 વર્ષમાં એક જ વાર મળશે.
યોજનાની અગત્યની શરતઆ સાધનનો માત્ર ખેતી કામમાં જ ઉપયોગ કરી શકશે.
ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થઈ? 29/12/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 29/01/2024
અધિકૃત વેબસાઈટikhedut.gujarat.gov.in

પાત્રતા અને નિયમો

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થી આ યોજનાનો લાભ 7 વર્ષમાં માત્ર એક જ વાર લઈ શકશે.
  • જો બેંક ખાતું સંયુકત હોય તો અન્ય નામ ધરાવતા વ્યક્તિનું સહમતી પત્રક જોઈશે.
  • ખેડૂતને આ યોજના હેઠળ મળેલ સનેડો 2 વર્ષ સુધી વહેંચી શકશે નહીં.
  • આ યોજના હેઠળ મેળવેલ સાધન સહાયનો ઉપયોગ માત્ર ખેતીને લગતાં કામો માટે જ કરવાનો રહેશે.
  • આ સનેડામાં પેસેન્જર વાહન બનાવી શકાશે નહીં. અને તેનો ઉપયોગ પેસેન્જરના પરિવહન કરી શકશે નહીં.

જરૂરી ડોક્યુમેન્‍ટ

  • ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુકત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
  • 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
  • બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • આધારકાર્ડની નકલ
  • કબુલાતનામું અને સ્વ-ઘોષણા પત્રક
  • લાભાર્થી ડ્રાઈવીંગ લાઈસન્‍સ ધરાવતા હોવા જોઈએ.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?’

આ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરી અથવા જનસેવા કેન્‍દ્રમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે પરિણામ આવે તેમાંથી ઓફિશિયલ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.

આઈ ખેડૂત પોર્ટલ | sanedo tractor yojana gujarat

  • જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
  • જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માં  પર ક્લિક કરવાની રહેશે.

Ikhedut Portal on Sanedo Sahay Yojana

  • જેમાં “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.

ઓનલાઈન ફોર્મ

  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ  અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.

How to Online Apply Sanedo Sahay Gujarat 2024   | સનેડો સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?’

  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • છેલ્લે, અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ શું કાર્યવાહી કરવી?

         આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

  • ઓનલાઈન અરજી કરતી વખતે અરજદાર ખેડૂતો દ્વારા અધિકૃત થયેલા સનેડોના વેપારી/વેન્ડરો/દુકાનની માહિતી આપવાની રહેશે.
  • આઈ ખેડૂત પોર્ટલ ઉપર દર્શાવેલ સરકાર માન્ય દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી જ આ સાધન ખરીદવાનો રહેશે.
  • સનેડાની ખરીદી બાદ દુકાનદાર / વેપારી / વેન્ડરો પાસેથી બિલ અવશ્ય મેળવી લેવું.
  • આ સાથે સનેડોમાં લગાવેલા એન્જિનના બિલની નકલ પણ લેવાની રહેશે.
  • ખેડૂતો પોતાના દરેક સાધન પુરાવા જેવા કે, સનેડો ખરીદીનું ઓરીજીનલ બિલ, સનેડો એન્જીનની ખરીદીના બીલની નકલ, ઓનલાઈન પોર્ટલ પર કરેલ અરજી, જાતિ પ્રમાણપત્ર, જમીનના આધાર પુરાવા સહિત આ યોજનાની દરખાસ્ત 60 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતને ચકાસણી માટે મોકલવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં કલિક કરો
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણવાઅહી ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહિ ક્લિક કરો 
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહિં ક્લિક કરો 

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. સનેડો સહાય યોજના શું છે?

જવાબ: આ સહાય યોજના કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગની છે. આ યોજના હેઠળ સાધન સહાય આપવામાં આવે છે. જેનું નામ “રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)” છે.

2. Sanedo Sahay Gujarat 2024  અરજી ક્યાં અને કેવી રીતે કરવાની હોય છે?

જવાબ: આ યોજનાની અરજી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.

3. સનેડો સહાય યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?   

જવાબ: ખેડૂતો આ યોજના હેઠળ તારીખ 28/01/2024 સુધી અરજી કરી શકશે.