આજે સરકારે કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ દેખાય તો નીચે આપેલા નંબર પણ કરજો ફોન, તાત્કાલિક મળશે સારવાર

Karuna Yojana 2024: આજે સરકારે કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ઉત્તરાયણ માટે એનીમલ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો પક્ષીઓની સારવાર માટે ટોલ ફ્રી ૧૯૬૨, વનવિભાગની ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સએપ હેલ્પલાઈનથી પક્ષી બચાવ માટે એનિમલ એમ્બ્યુલન્સની મદદ પણ મેળવી શકાશે, સુરત વનવિભાગના હેલ્પલાઈન નં.૯૯૦૯૭૩૦૦૩૦ ઉપર સંપર્ક કરી શકાશે, નવસારી વેટરનરી કોલેજના ૨૬ ડોકટરો તેમજ ૧૯ સ્વયંસેવી સંસ્થાઓના ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો ફરજ બજાવશે ઉત્તરાયણ પર્વે કરુણા અભિયાન દરમિયાન પશુ-પંખીઓની વિશેષ કાળજી લેવાય અને અબોલ જીવની જાનહાની ના થાય તે માટે પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત આણંદ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરાઈ છે.

રાજ્યભરમાં 800 વેટરનરી તબીબો કરૂણ અભિયાન અંતર્ગત બજાવશે ફરજ

ગત વર્ષના આંકડાની જો વાત કરવામાં આવે તો 14 હજાર જેટલા ઘાયલ પક્ષીઓ આ સારવાર કેન્દ્રમાં આવ્યા હતા અન તેમની સારવાર કરવામાં આવી હતી. રાજ્યવ્યાપી ચાલતા અભિયાન અંતર્ગત 800 વેટરનરી તબીબો કરુણા અભિયાન અંતર્ગત સેવા આપી રહ્યા છે. આ સાથે રાજ્યની અનેક NGO પણ તેમા સામેલ છે.

ઘાયલ પશુઓની સારવાર માટે 83 2000 2000 મોબાઈલ નંબર જાહેર

આ અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર શરૂ કરાયા છે. સાથે જ વન વિભાગે 1926 અને પશુપાલન વિભાગે 1962 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. નાગરિકો ઘાયલ પશુઓ માટે 8320002000 મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે. અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરાયા છે. જ્યારે 216 વેટરનરી ડૉક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ તૈયાર છે. રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો 750થી વધુ વેટરનરી તબીબો તેમજ 7700થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’માં સહભાગી થશે.

આણંદ જિલ્લામાં તા.૧૦/૦૧/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૪ દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પશુપાલન વિભાગ, આણંદ દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન અબોલ પશુ-પક્ષીઓને હાનિ થતાં બચાવી શકાય તે હેતુથી કુલ ૧૧ પશુચિકિત્સા અધિકારી અને ૨૦ પશુધન નિરીક્ષક ટીમની નિમણુક કરવામાં આવી છે.

ઉત્તરાયણ તહેવાર નિમિત્તે લોકો ઘણીવાર અબોલ પશુઓને વધુ પડતો લીલો ચારો કે ઘુઘરી ખવડાવી દે છે જેનાથી પશુઓની પાચન ક્રિયામાં નકારાત્મક અસર થાય છે અને પશુઓને એસીડોસીસ થવા તેમજ આફરો ચડવા જેવી સમસ્યા ઉભી થાય છે. વધુમાં આ કારણથી પશુનું મૃત્યુ પણ થઇ શકે છે. તેથી આ બાબતે ખાસ ધ્યાન રાખવા અને પૂરતી કાળજી લેવા નાગરીકોને જણાવવામાં આવે છે.

ઉત્તરાયણના તહેવાર દરમિયાન જ્યારે પતંગરસીકો દ્વારા પતંગ ચગાવવા માટે સામાન્ય દોરીને સ્થાને પ્લાસ્ટિક દોરી, ચાઈનીઝ દોરી અથવા વધુ કાચથી રંગાયેલી દોરીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો સૌથી વધુ નુકસાન આ પ્રકારની દોરીઓથી ઘવાતા અબોલ પક્ષીઓને થાય છે.

પતંગરસીકોએ પ્લાસ્ટિક દોરી, વધુ કાચથી રંગાયેલી દોરી અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ સદંતર ટાળવો જોઈએ તેમજ પતંગ સવારના ૯-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન જ ચગાવવી જોઇએ જેથી અનેક પક્ષીઓનો જીવ બચાવી શકાય. જો ક્યાંય કોઈ પક્ષી ઘાયલ થયેલું દેખાય તો નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તેની તાત્કાલીક સારવાર કરાવવી જોઈએ અને ઘાયલ પક્ષીને સમયસર સારવાર મળે તે માટે એનીમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર તાત્કાલીક સંપર્ક કરવાનો જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *