3 દિવસ બાદ ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદ જુઓ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 8-9-10 જાન્યુઆરી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલી બે વરસાદી સિસ્ટમના કારણે 7 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. જો કો આ સમયમાં પણ લઘુત્તમ તાપમાન માં કોઈ ફેરફાર ન થવાના સંકેત મળે છે. જો કે 10 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ટ્રફ રેખા ગુજરાત તરફ આગળ વધતા 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ જામી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં 8-9-10 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહી થાય. અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, આજે ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું નોંધાયું હતું. આ સાથે જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે. આ સાથે આગાહી કરાઇ છે કે, બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.

કઈ જગ્યાએ પડશે કમોસમી વરસાદ ?

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 8થી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. વિગતો મુજબ 8 અને 9 તારીખે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો 10 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાતા ખેતરમાં ઉભા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘઉં, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન ભીતિ સેવાઇ રહી છે.

8 જાન્યુઆરી કયાં પડશે વરસાદ

8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ દમણ , નવસારી, ડાંગ, વલસાડ , દાદરનગર હવેલીમાં વરસાદની આગાહી છે.

9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં પડશે વરસાદ

હવામાન વિભાગે 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહીના સંકેત આપ્યા છે.

10 જાન્યુઆરીએ ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગના અનુમાન મુજબ 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.