મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળશે રૂપિયા 01 લાખની લોન સહાય મળશે,ઓનલાઇન અરજી કરો

ગુજરાત સરકાર દ્વારા માહિલાઓ આત્મનિર્ભર બને તેવા ઉમળા ઉદ્દેશ્યથી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંની એક યોજના છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળશે રૂપિયા 01 લાખની લોન સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોને મળશે લાભ?, ક્યાં અરજી કરવી?, બજેટમાં શું જોગવાઈ કરવામાં આવી છે તે તમામ બાબતો વિષે વિગતે સમજ મેળવીએ જે નીચે મુજબ છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 વિષે ટૂંકમાં માહિતી

યોજનાનું નામ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩
યોજનાનો હેતુસરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂ. ૧.૦૦ લાખ ધિરાણ અપાવવુ.
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાતની મહિલા નાગરિકો
અરજીનો પ્રકાર ઓનલાઈન
બજેટમાં જોગવાઈ ૧૬૮ કરોડ
સત્તાવાર વેબસાઇટmmuy.gujarat.gov.in

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩

આ યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩ યોજનાનો હેતુ

  • મહિલાઓને જોઇન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથ (JLESG ) માં જોડવી.
  • સરકારી બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જુથોને રૂ. ૧.૦૦ લાખ ધિરાણ અપાવવુ.
  • ધિરાણના માધ્યમથી સ્વ રોજગારી અને આજીવિકા પૂરી પાડવી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩ લક્ષિત લાભાર્થી

  • ધિરાણ મેળવવા ઇચ્છુક ૧૦ મહિલાઓ.
  • મહિલા ૧૮ થી ૫૯ વર્ષના હોવા જોઇએ
  • વિધવા ત્યક્તા બહેનોને અગ્રતા.
  • હયાત જુથ કે જેની લોન બાકી ન હોય.
  • લક્ષ્યાંક : ૧ લાખ જુથ, ૧૦ લાખ મહિલાઓ અને ૫૦ લાખ કુટુંબના સભ્યો
  • તે પૈકી ગ્રામ્ય વિસ્તાર ૫૦,૦૦૦ જુથ તથા શહેરી વિસ્તાર ૫૦,૦૦૦ જુથ.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ૨૦૨૩નો લાભ કઈ સંસ્થા આપશે ?

રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપ્રેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • ઓનલાઇન અરજી કરવા નીચેની પ્રક્રિયા અનુસરવાની રહેશે.
  • સૌ પ્રથમ સરકારની ઓનલાઇન પોર્ટલ https://mmuy.gujarat.gov.in સર્ચ કરો
  • પોર્ટલ પર આપવામાં આવેલ પાત્રતાની જરૂરી સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો
  • પોર્ટલ પર જરૂરી માહિતી ભરો
  • ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરો.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023: લિંક

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઓફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવાની લિન્ક અહીં ક્લિક કરો
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણોઅહી ક્લિક કરો