આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી છે. જે કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે.
અગાઉ સરકારે જમીનના સર્વે માટે રૂ. 700 કરોડ ચૂકવ્યા હતા. સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો સર્વેની મળી હતી. જુના સર્વેમાં અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા, જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.
ઘણા બધા ખેડુતોએ રી-સર્વે માટે અરજીઓ કરી હતી
ગુજરાતના ઘણા ખેડુતોએ પોતાની ધારક જમીનના સુધારા માટે જિલ્લા કક્ષાને ડી.એલ.આર કચેરી ખાતે અરજીઓ કરી હતી.
ગુજરાત ઓનલાઇન જમીન રિ-સર્વેમાં કઈ કઈ ભુલો હતી ?
- ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા હતા
- કબ્જામાં ફેરફાર થયો હતો
- નક્શામાં ફેરફાર થયા હતા
- ગામની આકારણી પણ બદલાઈ ગઈ હતી
ગુજરાતમા ફરી જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ.