GSSSB દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની કુલ ૧૮૮ જ્ગ્યાની ભરતી જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંહ્ડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારોએ https://ojas.qujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર તા. ૦૨/૦૧/૨૦૨૪ થી તા.૧૬/૦૧/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે જેની વિગતે માહિતી મેળવીએ.
RA and SA Recruitment Short Highlight 2024
ભરતી બોર્ડનું નામ | ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર |
પોસ્ટનું નામ | સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતી ૨૦૨૪ |
કુલા જગ્યાઓ | ૧૮૮ |
કોની કેટલી જગ્યા ? | સંશોધન મદદનીશ- ૯૯ આંકડા મદદનીશ-૮૯ |
અરજીની છેલ્લી તારીખ | ૧૬/૦૧/૨૦૨૪ |
અરજી કરવાની વેબસાઇટ | સંશોધન મદદનીશ- ૯૯ આંકડા મદદનીશ |
સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતી ૨૦૨૪ની શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
- કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
- ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે. વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.
પગાર ધોરણ:
પ્રથમ પાંચ વર્ષ માટે નીચે મુજબ ફિક્સ પગાર રહેશે
સંશોધન મદદનીશ વર્ગ-૩ | ૪૯,૬૦૦/- |
આંકડા મદદનીશ વર્ગ-૩ | ૪૦,૮૦૦/- |
વયમર્યાદા:
તા. ૧૬/૦૧/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈશે.
સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ ભરતી ૨૦૨૪ની નવી પરીક્ષા પધ્ધતિ:
રાજય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૧૧/૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક: ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ- Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા: Part- A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)
Part (Section) – A
ક્રમ | વિષય | ગુણ |
૦૧ | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | ૩૦ |
૦૨ | ગાણિતીક કસોટીઓ | ૩૦ |
કુલ ગુણ | ૬૦ |
Part (Section) – B
ક્રમ | વિષય | ગુણ |
૦૧ | ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન | ૩૦ |
૦૨ | સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | ૧૫૦ |
કુલ ગુણ | ૧૮૦ |
નોંધઃ અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.
Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને Part-B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પૂછવામાં આવશે. Part-A અને Part-B બંને માટે સંયુક્ત રીતે કુલ ૩ કલાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.
Part-A અને Part-B નું સ્વતંત્ર (અલાયદું) Qualifying Standard રહેશે.
- સ્પર્ધાત્મક પરીક્ષાના Part-A માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ ૪૦% અને Part-B માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ ૪૦% રાખવામાં આવેલ.છે. તેમાં કોઇપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઇપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પરીક્ષાના Part-A અને Part-B માં ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે દોઢ ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક (કવોલીફાય) ગણવામાં આવશે.
- જે તે સંવર્ગની જાહેરાત અન્વયે મંડળ ધ્વારા તે સંવર્ગની MCQ પધ્ધતિથી Computer Based Recruitment Test (CBRT) લેવામાં આવશે.
- M.C.Q. પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 માર્ક ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. MCQ પધ્ધતિથી Computer Based Recruitment Test (CBRT) માં ” જવાબ આપવા માંગતા નથી” નો વિકલ્પ રહેશે નહીં તેથી જે ઉમેદવારે પ્રશ્નનો જવાબ ન આપેલ હોય તો તે સંજોગોમાં નેગેટીવ માર્કીંગ ગણવામાં આવશે નહીં એટલે કે 1/4 માર્ક્સ કપાશે નહીં.
ઓનલાઇન અરજી ક્યા કરવી ?
ઓજસ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રીત નીચે મુજબ છે.
- ઓજસમાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તેની ઑફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.
- વેબસાઈટ ઉપર ગયા પછી તમને Online Application લખેલું દેખાશે. તેમાં તમારે નીચે મુજબ Apply Online ઉપર ક્લિક કરવાનું રહેશે.
- Apply Online ઉપર ક્લિક કરશો એટલે તમને હાલમાં ચાલી રહેલી તમામ સરકારી ભરતીની માહિતી દેખાશે. તેમાંથી તમે જે સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા બાદ તમને Apply અને Details લખેલું દેખાશે. જેમાં તમારે નોટિફિકેશન વાંચવી હોય તો Details ઉપર ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવા માટે Apply ઉપર ક્લિક કરવાનું રહેશે.
- Apply ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર માંગશે અને જન્મતારીખ માંગશે. રજીસ્ટ્રેશન વખતે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે તે નાખીને તમારે ફોર્મ ભરવાનું રહેશે.ફોર્મ ભરતી વખતે ફોટો અને સહી અપલોડ કરવાની રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
- આટલું પૂરું થઈ જાય ત્યારબાદ તમારે અરજી ફરજિયાતપણે કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ નહીં કરો તો ફોર્મ ભરાયેલું ગણાશે નહીં.
મહત્વપુર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશ ડાઉનલોડ કરો | અહીં કલિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં કલિક કરો |
બીજી નવી ભરતી અને યોજના વિષે જાણો | અહી ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહિ ક્લિક કરો |
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા | અહિં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખો:
અપડેટ | તારીખ |
---|---|
અરજી કરવાની શરુઆત | 02-01-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16-01-2024 |